Sale!
Array
LAGNIONI GALTHUTHI લાગણીઓની ગળથૂથી
Price: $3.31
WRITER : HEENA KISHOR SOLANKI
ISBN : 978-81-970272-2-2
BOOK SIZE : 5.5 X 8.5
LANGUAGE : GUJARATI
EDITION : FIRST-2024
BINDING : PAPERBACK
No more offers for this product!
Rj Harshil –
જ્યાં લાગણીઓનો વરસાદ હોય ત્યાં શબ્દોની જરૃરત પડતી નથી આ વાત તો આપણે બધાએ સાંભળી છે ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ક્યારેક એ વિચાર્યું કે આ લાગણીઓ આપણાંમાં આવી ક્યાંથી? શું આપણે જેવું અનુભવીએ છે એવું ક્યારેક વ્યક્ત કરીએ છીએ ખરા? કે પછી લોકો શું વિચારશે? હું બોલીશ તો સમાજ મને શું કહેશે.? ખાસ કરીને ઘણી જગ્યા એવું બને કે પુરુષો એમની લાગણીઓ વ્યક્ત નથી કરતા અને ઘણી જગ્યાએ સ્ત્રીઓ પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરતી
આ બધી વાતોને એક પુસ્તક “લાગણીઓની ગળથૂથી” માં આવરી લીધી છે એક સ્ત્રી એના જીવનમાં દરેક તબક્કામાં કેવા અનુભવોમાંથી પસાર થાય છે સમાજની અમુક મર્યાદા કે તું છોકરી છે તારા થી આવું ના કરાય, તારે આમ જ રહેવાય, તારાથી આવું ના બોલાય જેવી ઘણી વાતોથી એને બાળપણથી જ બાંધી દેવામાં આવે છે ત્યારે એ શું અનુભવે છે દીકરી પોતાના પિતાના ઘરે અને પોતાના સાસરે શું અનુભવે છે એ બધી વાતો ખૂબ જ ઝીણવટ પૂર્વક અને ખૂબ જ સુંદર છણાવટ કરી છે.
એક પુરુષ તરીકે એટલે ખાસ પુસ્તક વાંચવું જ જોઈએ કારણ કે
મને એવું લાગે છે કે આ આપણાં રોજીંદા જીવનમાં આપણી આજુબાજુ બનતી વાતો છે જેને આપણે ignore કરતા હોઈએ છે ક્યારેક આપણી સાથે રહેલી સ્ત્રીઓ એ પછી મમ્મી બહેન પત્ની ભાભી કોઈપણ હોય એમને સમજવાનુ ચૂકી જતાં હોઈએ છીએ.આ પુસ્તક વાંચ્યા પછી એ ખૂબ જ સરળતા સાથે ધ્યાનમાં આવે છે અને મને એવું અનુભવાય છે કે “આ પુસ્તક વાંચ્યા પછી ઘણા married લોકોના divorce થતાં અટકી જશે. ક્યાંક પતિ પત્ની મમ્મી છોકરા વચ્ચે થતાં સાવ કારણ વગર ના ઝઘડા અટકી જશે
મારું દ્રઢપણે માનવુ છે કે આ પુસ્તક સ્ત્રી પુરુષ બંનેએ અવશ્ય વાંચવું જ જોઈએ કારણ એટલે કે જો વાંચક પુરુષ હશે તો એને સ્ત્રીઓના મનમાં ઉદ્દભવતી લાગણીઓ સમજાશે
અને સ્ત્રીઓએ એટલે વાંચવી જોઈએ કે અત્યાર સુધી ના બોલાયેલી, ના કહેવાયેલી વાતો કહેવાનું શરૂ થશે અને જો કોઈ કપલ વાંચશો તો એમના વચ્ચે ક્યાંક મુરઝાય ગયેલો પ્રેમ ફરી જીવંત થશે.
આ પુસ્તક માં પહેલાથી જ તારા સાથે કામ કરવા મળ્યું મારા ભાગ્ય માનું છું કે કોઈ એવા પુસ્તકનું પ્રૂફ રીડિંગ કર્યું કે જે અત્યારે સમાજમાં ઘણો ઈમ્પેક્ટ લાવી શકે છે અને એક એવી વ્યક્તિ માટે કર્યું કે જે ખરેખર એક મહત્વાકાંક્ષી છે પોતાના લક્ષ્ય માટે પોતાના હક માટે હમેશાં લડવા નું પસંદ કરે છે.
તો ઘણો આનંદ છે પુસ્તક publish થયું એના માટે અને ભગવાન ખૂબ ખૂબ આગળ વધારે તમને એવી પ્રાર્થના સાથે
તમારો મિત્ર
Rj Harshil
Harshil Patel –
Must read book
Dharati Gupta –
તારા પુસ્તક, તારા વિચાર સાથે કેટલીય સ્ત્રીઓની લાગણીઓ જોડાઈ છે. સામાન્ય પણે સ્ત્રી પોતાની કાલ્પનિક વિચારધારા પ્રમાણે વર્તવમાં, લખવામાં પોતાના જે વિચારોને પડતા મૂકી દે છે, અને કોઈ સમજશે જ઼ નઈ એવા વિચાર સાથે હાર માની લે છે.. પણ એના મનની અકળામણ, અઢળક વિચાર, જવાબદારી અને અણગમો જે રીતે તે આલેખ્યો છે. અદ્ભૂત છે.
સ્ત્રીના મૌન ને વાચા અપાવી ઘણી અઘરી છે. અને તે આ પુસ્તક દ્વારા ખુબજ સારી રીતે દરેક વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર જે સીધી રેખા બતાવી છે. એ તારા આધુનિક વિચાર અને સાંસ્કૃતિક શૈલીને વર્ણવે છે.
આજની સ્ત્રી કેવી હોય?
એની અપેક્ષા શું હોય?
એના સપના એની જવાબદારી
એનો પરિવાર એની જીંદગી
બધુજ હોવા છતાં
એ પોતાની થાય છે ખરી?
એનો જવાબ આ પુસ્તક આપે છે.
તું વધુ ને વધુ સાહિત્યને સમજે, ભાષાને વળગે અને તારા વિચારો સમાજ સામે મૂકી ખુબ આગળ વધે
આ પુસ્તકના જે વિચાર મને અડી ગયા,
*
સ્ત્રીને સિંહણ બનાવવી કે સસલું
એની દોરી સદીઓથી
પહેલા પિતા અને
પછી
પતિના હાથમાં, સોંપવામાં આવી છે.
*
દુનિયાની સામે
નીડરતાથી જીવતો પુરુષ
જો તમારા ખોળામાં
માથું મૂકી રડી પડેને
તોં એ વખતે એક સ્ત્રી તરીકે
તમારી જવાબદારી છે
એને સાંચવી લેવાની
*
જો, સાથી સમજદાર હોય ને
તો સ્ત્રી
રસોડામાં ઉભી રહીને પણ
આકાશમાં ઉડવાના સપના જોઈ લે છે…
અને જો, સાથીદાર સમજદાર ના હોય ને
તો સ્ત્રી રસોડાનેજ પોતાનું અવકાશ માની લે છે.
*
વાંચતા થોડો સમય લાગે છે
સમજતાં થોડા દિવસો લાગે છે
અને જીવનમાં ઉતારતા વર્ષો લાગે છે
પ્રેમ, પુરુષ અને પુસ્તક
*
સ્ત્રી ઈરછે કે
પુરુષ તેના મૌન ને સમજે
અને
પુરુષ ઈરછે છે કે
સ્ત્રી તેના પર વિશ્વાસ રાખી
બધુજ કહે..
@heenatales તારી લાગણીઓની બારખડી, સમજણનો કક્કો શીખવે છે.
Anubha –
Most book read