ZCAD PUBLICATION

Write Your DREAM, We Will PUBLISH

Blog

EK YATRA AVI PAN…

ર્હૃદયનાં સંબંધોની કથા: એક યાત્રા આવી પણ… પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ. અમેરિકામાં રહેતી ‘રિયા’ ૨૦ વર્ષની થઈ ગઈ છે. તેને જન્મથી પાંચ વર્ષ સુધી ઉછેરેલ તેની નેની ‘ અનન્યા’ તેને હજુ પણ યાદ આવે છે. રિયા પાસે અનન્યાએ લખેલી ડાયરી છે, પરંતુ તેને ગુજરાતી વાંચતાં નથી આવડતું. તેવામાં ફેસબુક પર તેનો ‘ કૃતિ’ સાથે સંપર્ક

BALAKONI SHIKHAVANI RITO

બાળકેળવણી શીખવતું અનોખું પુસ્તક. પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ. ‘બાળકની પાસે કુતૂહલ છે, જિજ્ઞાસા છે, અનુકરણ છે. અવલોકન છે, કલ્પના છે. બાળપણની ભરપૂર તાકાત છે. જોમ છે, જુસ્સો છે અને આનંદ છે. આ બધાંની સાથે તેનામાં પડેલા ચૈતન્ય પ્રત્યે, આંતરિક મનોબળ વિશે, તેની શારીરિક ક્ષમતાઓ વિશે તેને જાગૃત કરવાનો છે.’ – ડૉ. કિરીટભાઈ ડી. ચૌહાણ. ઈશ્વરનાં

KYA CHE MARI NADI ?

પ્રસિઘ્ધ હાસ્યલેખકની જીવનઘડતરકથા પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ શું કોઈ હાસ્યલેખક તમને તેમનાં લેખનથી રડાવી શકે? હાસ્યલેખક કેવાં સંવેદનશીલ હોય છે તે તમે જાણો છો? આવાં જ એક સફળ હાસ્યલેખક જ્યારે પોતાની અંગત વાતો, પોતાનાં જીવન ઘડતરની કથા, પોતાની બાળપણની કેળવણીથી ઉચ્ચશિક્ષણ મેળવવાં સુધીની યાત્રાની રોમાંચક વાતો કરે છે, ત્યારે વાચકો અને ભાવકો આ વાતોમાં

ABHITAPT

વૈશ્વિક મહામારીમાં એક નર્સની સંઘર્ષકથા પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ આ વાર્તા છે, વીસ વર્ષની ‘અનન્યા’ ની. ભારતમાં કઈ પરિસ્થિતિમાં અનન્યા જીવી રહી હતી? અમેરિકા જવાની અનિચ્છા હોવા છતાં તે કેમ અમેરિકા ગઈ? અમેરિકામાં તેની સાથે એવી કઈ ઘટના બની કે જેને કારણે તેણે પાંચ વર્ષમાં જ ભારત પરત ફરવું પડ્યું? ભારત પરત ફરીને તેના પર

SHUKAN

સંવેદનશીલ લઘુકથાઓની ચોટદાર રજૂઆત પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ . ગુજરાતી સાહિત્યમાં આજના યુવાનોને રસ પડે એવું સાહિત્ય એટલે ટૂંકી અને ટોચદાર લઘુકથાઓને ગણી શકાય. લઘુકથાનાં જનક ગણાતાં સ્વ. મોહનલાલ પટેલે ગુજરાતી સાહિત્યને આપેલી આ અણમોલ ભેટ છે. તેમનાં અવસાન બાદ લઘુકથા ક્ષેત્રે ખૂબ જ અદ્ભુત ખેડાણ થયું છે. લઘુકથા ક્ષેત્રે જેમણે આપણને ખૂબ જ

JAY EKLINKJI

ઐતિહાસિક ઘટનાનું રસપ્રદ આલેખન પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ ઐતિહાસિક નવલકથા તમે છેલ્લે ક્યારે વાંચી હતી? યાદ છે? મોગલકાળમાં આપણા વડવાઓ કેવી રીતે જીવતા હતા? મોગલકાળમાં હિન્દુઓને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું, ત્યારે ઘણા બધાં હિન્દુઓ પોતાનો ધર્મ બચાવવા માટે બીજા સલામત રાજ્યોમાં હિજરત કરી ગયાં હતાં. આ અને આવી ઘણી બધી રસપ્રદ અને સત્યઘટનાઓની

BAS, AMASTAN J

જિંદગીની એક ઊડતી મુલાકાત પુસ્તક પરિચય : રિપલકુમાર પરીખ આપણી જિંદગીનાં આગમનથી શરુ કરીને છેલ્લી ઘડી સુધી અનેક સામાજિક પ્રસંગો બને છે. આ સામાજિક પ્રસંગો ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આપી જાય છે, ક્યારેક નવી અનુભૂતિ મળે છે, તો ક્યારેક વિચારોનાં વમળો ઊભાં કરી જાય છે. જિંદગીનાં આવાં જ કેટલાંક કલમબધ્ધ પ્રસંગો જ્યારે વાંચીએ છીએ

AME

પ્રતીતિજન્ય લઘુકથા સંગ્રહ: અમે પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ . ‘સંવેદનશીલ ર્હૃદયમાંથી ઉદ્ભવતું એક ભીનું વાદળ એટલે એક આદર્શ લઘુકથા.’ જ્યારે એક સંવેદનશીલ સર્જકનાં ર્હૃદયમાં વાદળ બંધાય અને તે વાદળ સર્જકની કલમ દ્વારા કાગળ પર વરસી પડે ત્યારે તે સર્જન ભાવકના ર્હૃદયને ચોક્કસ ભીંજવી દે છે. આવી જ, ભાવકને પરિતોષતી અને સંવેદનાથી છલકતી, ર્હૃદયને ઝંકૃત કરતી

AUSTRALIA NO PRAVAS

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ ‘ઉત્તુંગ વૃક્ષોની વચ્ચેથી આકાશ અવનવા આકારોરૂપે મૂર્ત થતું જતું હતું. રસ્તાની બંને બાજુ ઘેઘૂર વૃક્ષોની હારમાળા કમાન સર્જતી હતી. તેના કારણે સવાર અને સાંજના ભેદ જ મટી જતા હતા. વળી, મેદાનો આવ્યા-રંગ બદલાયો. રૂપ બદલાયું. પ્રકૃતિ મોહિની બનીને અમને મોહ પમાડી રહી. તેના લાવણ્યના લટકે લટકે અમે લુબ્ધ થતા

AALAMBH – NOVEL – YAMINI PATEL

ગુજરાતી રહસ્યકથા સાહિત્યમાં અનોખી ભાત પાડતી મર્ડર મિસ્ટ્રી પુસ્તક પરિચયકર્તા: રિપલકુમાર પરીખ . ‘ કોણ છે તું? શું જોઈએ છે? નીકળ બહાર.’ એ બીજું કંઈ પણ બોલે એ પહેલાં પેલાએ એના મોઢા પર હાથ દબાવ્યો અને ચાકુ એના પેટમાં હુલાવી દીધું. એક વાર, બે વાર, ત્રણ વાર… વસુધાની આંખ સામે અંધારું છવાઈ ગયું. ‘ સમીર…

Select your currency
USD United States (US) dollar
Have no product in the cart!
0