Sale!
Array
SPARSH NI SAMVEDANA
Editor / Author / Translator:Price: ₹140.00 ₹120.00
SKU: ZCAD_0066
Categories: Inspirational, Short Stories
No more offers for this product!
Nirav –
Good book for short stories and Inspirational
Ramesh.D.patel –
1 pis
SURABHI PATEL –
વૃદ્ધોની વેદનાને વાંચા આપતી કથા એટલે…
“સ્પર્શની સંવેદના” લેખિકા મિત્ર એ એક એક વૃધ્ધના સ્વભાવ અને શરીરમાં થતા ફેરફારોને શબ્દ સહ કાગળ પર ઉતારીયા છે… આંસુથી ભરાઈ જાતી આંખો અને લાગણીથી ભરાઈ જાતું હૈયું… વૃદ્ધાશ્રમની મુલાકાત વખતે લેખિકાએ અનુભવીયુ હશે.. પરંતુ આપણે તો આ બુક એવી રીતે જકડી રાખે છે કે જાણે એક એક વૃધ્ધની મુલાકાત આપણે પોતે લય રહ્યા છીએ…એક જ બેઠકે બુક પુરી કરવાની મજા આવી… ખરેખર તેમના શબ્દો માં તાકાત છે સામે વાળાને જકડી રાખવાની… આ તેમની પહેલી બુક છે… પરંતુ મારા વાંચન અનુભવે કવ તો એવું લાગે નહીં કે લેખિકા મિત્ર શીખાવ છે….
ખુબ સરસ આવી રીતે ઉત્તરોતર પ્રગતિ કરતી રહે એવી આ મિત્રની દિલથી શુભેચ્છાઓ…ક્યાં આપણે એકબીજાને ઓળખતા પણ હતાં… પરંતુ સાહિત્યના આપણા શોખે એકબીજાને સામે લાવી દીધા… ખુબ ખુબ ધન્યવાદ…ડીયર.. તારા તરફથી મળેલ આ ભેટ માટે…
સુરભી પટેલ
ડો હર્ષદ લશ્કરી –
મા. નિખિતાબેન
આપે લાગણીથી આપેલ પુસ્તક’સ્પર્શની સંવેદના’ સાદ્યંત વંચાયું. અલંકારિક કે વિદ્વત્તાપૂર્ણ શબ્દોનો ઉપયોગ આપ ટાળી શક્યા. આનંદ થયો. સદ્ભાવનાના સ્પર્શે આપને હ્રદયતલથી ઝંઝોડ્યા.
એક એક વ્યક્તિની પાછળ તેની વેદના, સંવેદના, લાચારી કે ખુમારી ધરબાયેલ હોયછે.
આપની કલમની નજાકત મેં માણી.
-દીકરીની વિદાય વખતે જેમ પાદરનો પીપળો ગંભીર લાગે…પાના નં. ૨૨
– બધા જ ખુશ રહી શકે તો તમે કેમ નહિ?… પાના નં. ૩૨
– એક નાનકડો સ્પર્શ જીવનમાં ફરી ચેતન ભરી દે છે.
– આ લાકડીઓ પણ જાણે કે વર્ષોથી ટેવાઇ ગઇ હોય તેમ એ આગળ ડગલું માંડે અને પાછળ વ્યક્તિને મારગ ચીંધતી આવે… પાના નં. ૩૬
– તમે હુઇ જાવ, કાંઇ નથી. … પાના નં.૪૨
– જીંદગીનો સાચો આનંદ તો તમે કઇ રીતે જીવોછો એના ઉપર આધાર રાખે છે.
– જે ઘસાયો છે તે ઘરડો છે, અને જે વૃદ્ધિ પામેલો છે તે વૃદ્ધ છે. … પાના નં૬૩
કેવા સરસ વાક્યો આપની કલમમાં અવતર્યા ! આપની લેખિનીમાં સંવેદનાને રજુ કરવાની એક આગવી ઓળખ છે.
એવું મનમાં થાય કે અછડતો સ્પર્શ આવું સરસ લેખન આપી શકે તો પુસ્તકમાં રહેલા પ્રત્યેક પાત્રોની મનોવેદનાને એક એક સ્ટોરી મળે.
આવું અને આનાથી વધુને વધુ સારું લખતા રહો એવી આશા અસ્થાને નથી જ.
ધન્યવાદ.
-ડો હર્ષદ લશ્કરી
Dipak Vaishnav –
2ND MARCH 2023
ગઈકાલે નવોદિત કવયિત્રી/લેખિકા સુશ્રી નિખિતા ઘાડિયાની બુક ‘સ્પર્શની સંવેદના’ કુરીયર દ્વારા મળી. આભાર અને ખૂબ આનંદ…
નિખિતા સાથે સૌપ્રથમ ઓળખાણ પ્રતિલિપિ ઉપર થઈ. એ મારી રચનાઓ ધ્યાનપૂર્વક વાંચે અને સાથેસાથે એની નાની રચનાઓથી કરેલી શરૂઆત માટે મારા સૂચન માંગે. આપેલા સૂચનોનો બારીકીથી અભ્યાસ કરી નવી રચનાઓમાં ફરી ભૂલ ન થાય એનું ધ્યાન રાખે. ત્રણથી ચાર વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં લેખિકા એક એવા ઉન્નત પડાવ ઉપર પહોંચે છે કે આજે એમની બુક ‘સ્પર્શની સંવેદના’ પ્રકાશિત થઈ ગઈ છે. આ બુકના વિષયને લઈને કેટલું લખી શકાય અને કેવું સારું લખી શકાય એ બધી ચર્ચા અવારનવાર મારી સાથે કરતાં રહ્યાં છે.
ગઈકાલે એમની બુક મળી અને એક જ બેઠકે વાંચતાં અહેસાસ થયો કે એમણે વાર્તાના મુલાયમ અને સંવેદનશીલ વિષયને કેટલી સુંદર માવજત આપી છે! બુકના મુખપૃષ્ઠ ઉપર લખ્યું છે એમ, આ બુકનો ભાવનાત્મક વિષય આપણને ખરેખર ડૂમાથી લઈને ડૂસકાં સુધીની સફર કરાવે છે. વૃદ્ધાશ્રમની વાતો લઈને આવેલાં લેખિકાની આ બુક લાગણીશીલ વ્યક્તિઓની આંખો તો ભીની કરે જ છે, પરંતુ જે લોકો કદાચ ઓછા લાગણીશીલ હશે એમના પણ આંખોના ખૂણા તો ભીના અવશ્ય કરશે જ. સ્પર્શની સંવેદના શું છે અને એક લાગણીસભર સ્પર્શ શું કરી શકે છે એ જાણવું હોય તો આ બુક અવશ્ય વાંચવી જ પડશે.
આ સાથે મારા સૌ મિત્રોને આ બુક અચૂક વાંચવાની ભલામણ સાથે હું લેખિકા સુશ્રી નિખિતા ઘાડિયાને અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. સુશ્રી નિખિતા ઘાડિયા એમની સાહિત્યિક સફરમાં ઉત્તમોત્તમ શિખરો સર કરે અને ગુજરાતી સાહિત્યના સંવર્ધનમાં એમનું અણમોલ યોગદાન આપે એવા ઝાઝેરા આશીર્વાદ..
શિતલ માલાણી ‘સહજ’ –
“સ્પર્શની સંવેદના” પુસ્તક લખતી વેળાએ જેમને શરૂઆતમાં જ મારો સાથ આપ્યો છે એવાં મારા મિત્ર શિતલબેન માલાણી મારુ પુસ્તક વાંચીને જે અભિપ્રાય આપ્યો છે એ આપ સમક્ષ રજુ કરું છું…..
સખી શ્રી નિખિતા ઘાડિયા,
આપનું પુસ્તક ‘સ્પર્શની સંવેદના’ ખરેખર લાગણીઓથી ભીનું ભીનું અને મનને ક્યાંક શાંતિ અપાવતું તો ક્યાંક મનને વિચારવા મજબૂત કરી દેનારું છે. ડૂમાથી ડૂસકાં સુધીની સફર જેટલી લખવી અઘરી છે એટલી જીવવી પણ
કઠિન જ છે. ઘોડિયાના શીશુથી માંડીને ઘડપણ સુધીની સફરમાં જે પડાવો આવતા હોય એને વાગોળવાની ઉંમર એટલે વૃદ્ધાવસ્થા.. વૃંદાવન, એ એક જ શબ્દમાં જે તમે વૃદ્ધત્વને બિરદાવ્યું છે એના માટે હું જે કાંઈ કહીશ એના માટે ટુંકી જ પડીશ. એક બેઠકે વંચાય જનારા પુસ્તકમાં આ પુસ્તકનું નામ પણ ઉમેરાઈ ગયું. આપે શબ્દો નહીં, મનને જ વાચા આપીને એને બોલતું કરી દીધું છે. એક- એક વ્યક્તિ સાથેની આપની એ અવિસ્મરણીય મુલાકાતનો અનુભવ આખી જીંદગીનો નિચોડ કહી શકાય. ખરેખર, આપનું આ ભલે પ્રથમ પુસ્તક હશે, પરંતું ભવિષ્યમાં આપના દ્વારા લખાયેલા આવા અસંખ્ય પુસ્તકોમાં પણ આપની સંવેદનાઓ કલમના સ્પર્શ થકી નિખરતી રહે, વહેતી રહે અને વાસ્તવિકતાને વર્ણવતી રહે એવી ઢગલાબંધ શુભેચ્છાઓ સાથે કાયમ માટે સફળતાના શિખરો સર કરો એવી મંગલકામના !
શિતલ માલાણી ‘સહજ’
જામનગર