BAPUNA BALNATAKO

BAPUNA BALNATAKO

મહાત્મા ગાંધીનાં મૂલ્યોની સાચવણી

પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ .

મહાત્મા ગાંધી ભલે સદેહે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમણે આપણને આપેલાં અણમોલ મૂલ્યો, જે ખરેખર તેમણે જીવી જાણ્યાં છે, તેવાં સત્ય અને અહિંસા ઉપરાંત તેમનું મેનેજમેન્ટ, તેમની આકરી પ્રતિજ્ઞા, સર્વ ધર્મ સમભાવ વિશે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આપણી નવી પેઢીને ખૂબ જ સરળતાથી મહાત્મા ગાંધીનાં આવા અણમોલ મૂલ્યો સમજાવવા હોય તો તે માટે એક સરળ રીત છે, ‘બાળનાટકો’.
‘બાપુનાં બાળનાટકો’ એક ખૂબ જ અદ્ભુત પુસ્તક છે. જે પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી મહાત્મા ગાંધીનાં જીવનમૂલ્યોને સમજાવે છે. આ પુસ્તકનાં નાટકો શાળાનાં સ્ટેજ પર સરળતાથી ભજવી શકાય તેવાં છે. કુલ ૧૮ નાટકો સંગ્રહિત આ ‘બાપુનાં બાળનાટકો’ પુસ્તકનું સંપાદન શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર શિક્ષક, પ્રાધ્યાપક, સાહિત્યનાં અનેક પુરસ્કારોથી સન્માનિત ઉત્તમ લેખક શ્રી વાસુદેવ સોઢાએ કર્યું છે.
પ્રસ્તાવનામાં શ્રી વાસુદેવ સોઢા લખે છે, ‘ગાંધી મૂલ્યોને બાળક નાનપણથી જ સમજે, એટલું જ નહીં પણ જીવનમાં તેનું મહત્વ છે તે ઉતારે અને જીવનશૈલી જ એવી બનાવે ને જીવે. ઉપદેશોથી કામ સરતું નથી, પણ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ મૂલ્યો આત્મસાત થઈ શકે છે. મૂલ્યરોપણનો માનવજીવનનો ઉત્તમ તબક્કો હોય તો તે પ્રાથમિક શાળાનાં સમયનો ગાળો છે. બચપનમાં જ જે ટેવો કે સુટેવો મેળવે છે તે જીવનપર્યંત બાળકમાં રોપાયેલ હોય તો કોઈ ને કોઈ રુપે, કોઈ ને કોઈ તબક્કે ખીલી ઊઠે છે. ગાંધી મૂલ્યો ખૂબ જ સહજ અને સરળતાથી રજૂ થાય, બાળકો એ નાટકો ભજવી શકે, સમજી શકે તેવાં બાળનાટકો છે. શાળાઓમાં આ નાટકો ખૂબ જ સરસ રીતે ભજવાશે. ને મહાત્મા ગાંધીનાં મૂલ્યો બાળકો સમજીને જીવનમાં ઉતારશે તો અમારો આ નાનો પ્રયાસ સાર્થક બનશે.’
આ પુસ્તકનાં બાળનાટકો વિદ્વાનજનોની કસાયેલી કલમે કલમબધ્ધ થયાં છે. સ્વ. ધીરજ ગોસાઈ (પૂર્વ ડાયરેક્ટર, આકાશવાણી ) ઉપરાંત સાહિત્યકારોશ્રી ભારતીબેન ગોહિલ, શ્રી ગોરધન ભેસાણિયા, ડૉ. કિશોર સાધુ, શ્રી વાસુદેવ સોઢા ઉપરાંત ઘણાં અનુભવી સાહિત્યકારો એ આ બાળનાટકો રચ્યાં છે.
અહીં લખાયેલું દરેક બાળનાટક એક આગવી શૈલીમાં લખાયેલું છે. જેમકે કોઈ બાળનાટક ભવાઈ શૈલીનું છે, તો કોઈ યુવાનોને સંબોધીત કરતું છે, કોઈમાં સાબરમતી આશ્રમ જીવંત થયો છે, તો કોઈ બાળનાટકમાં અકબર અને બિરબલના સંવાદો દ્વારા ગાંધીજીનાં મૂલ્યો સમજાવાયા છે. દરેક બાળનાટકની શરુઆત ગાંધીજીનાં દુર્લભ ફોટોગ્રાફથી થાય છે. જે આ પુસ્તકને યાદગાર બનાવે છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને પુણ્યતિથિ પર આ બાળનાટકો શાળામાં ચોક્કસથી ભજવવાં જોઈએ, તેવું આ ગાંધીપ્રેમીનું ચોક્કસ માનવું છે.
પુસ્તક પ્રકાશક : દિશા પ્રકાશન, અમદાવાદ
કિંમત : રુ. ૧૨૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0