BALAKONI SHIKHAVANI RITO
બાળકેળવણી શીખવતું અનોખું પુસ્તક.
પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ.
‘બાળકની પાસે કુતૂહલ છે, જિજ્ઞાસા છે, અનુકરણ છે. અવલોકન છે, કલ્પના છે. બાળપણની ભરપૂર તાકાત છે. જોમ છે, જુસ્સો છે અને આનંદ છે. આ બધાંની સાથે તેનામાં પડેલા ચૈતન્ય પ્રત્યે, આંતરિક મનોબળ વિશે, તેની શારીરિક ક્ષમતાઓ વિશે તેને જાગૃત કરવાનો છે.’ – ડૉ. કિરીટભાઈ ડી. ચૌહાણ.
ઈશ્વરનાં અંશ રૂપી બાળકને આપણે ઝડપથી બધું શીખવાડી દેવું છે, હોંશીયાર બનાવી દેવું છે, પરંતુ બાળકને સાચી કેળવણીથી દૂર કરી દેવું છે. બાળકની જિજ્ઞાસાવૃત્તિ, તેનો પ્રકૃતિપ્રેમ વિકસવા નથી દેવો. કારકિર્દીની આ દોડમાં જાણે મારું જ બાળક જીતી જાય, તે હદે જ્યારે બાળક પર માતા-પિતા અને શિક્ષકો દ્વારા અત્યાચાર થતો હોય છે, તેવાં સમયે ખરેખર બાળકને શીખવાની સાચી રીતો કઈ છે? તેવું પાયાની જાણકારી આપતું અનોખું પુસ્તક એટલે, ‘બાળકની શીખવાની રીતો.’
વ્યવસાયે શિક્ષક હોવાથી બાળકેળવણી પ્રત્યે વધારે ચિંતનશીલ એવાં ડૉ. કિરીટભાઈ ડી. ચૌહાણનાં શૈક્ષણિક લેખો અચલા, પ્રગતિશીલ શિક્ષણ, બાલરંજન, ભાવિક પરિષદ જેવાં શૈક્ષણિક સામયિકોમાં પ્રસિદ્ધ થાય છે. ‘બાળકની શીખવાની રીતો’ તેમનું, દરેક માતા-પિતા અને શિક્ષકોને બાળકેળવણી શીખવતું અનોખું પુસ્તક છે. લેખક શ્રી પ્રસ્તાવનામાં લખે છે, ‘અત્યારનાં માહોલમાં ભાવિ જીવનની તૈયારી સ્વરૂપે, શિક્ષણની સાથે ઘણું જ શીખવી દેવાં ઈચ્છતાં માતા-પિતાઓ (શિક્ષણ સંસ્થાઓ પણ), વ્હાલસોયા બાળકના બાળપણનો જ ભોગ જાણતાં-અજાણતાં લેતાં હોય છે. શિક્ષણમાં/સ્પર્ધામાં ૧૦૦% ની સિદ્ધિની લાલસામાં બાળપણને તો સતત સંઘર્ષમાં જ ઉતરવું પડતું હોય છે!! ત્યારે બાળકનાં મનને સમજીને તેને શીખવવાની યોગ્ય રીતો અપનાવવામાં આવે તો, તેનાં બાળપણને ન્યાય મળી રહે.’
બાળકોમાં અવલોકન શક્તિ વિકસાવવી, શ્રવણ-કૌશલ્ય કેળવવું, પ્રકૃતિનો સ્પર્શ આપવો જેવાં વિવિધ લેખોમાં લેખકે ખૂબ જ સરળતાથી દરેક માતા-પિતા તથા શિક્ષકો માટે ઉપયોગી જ્ઞાનનું ભાથું પીરસ્યું છે. પોતાનાં વ્હાલસોયા બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આ અનોખું પુસ્તક આપણે વાંચવું જ રહ્યું.
પુસ્તક પ્રકાશક: રેડશાઈન પબ્લિકેશન પ્રા. લિ., લુણાવાડા.
મોબાઈલ: 7698826988
કિંમત: ₹ ૧૨૫/-
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 9601659655
Vijay Mahera
ખુબજ સુંદર
Sunil Makwana
Good