KATHA ANE KATHAN – કથા અને કથન (વાર્તાસંગ્રહ)

Sale!

KATHA ANE KATHAN – કથા અને કથન (વાર્તાસંગ્રહ)

Editor / Author / Translator:

Price: 540.00

EDITOR : DHARMENDRA TRIVEDI

ગુજરાતી સાહિત્યની ત્રણ પેઢીના નિવાડેલા ૩૩ વાર્તાકારોની વાર્તા અને તે વાર્તાની રચના વખતે સર્જકની આંતરિક સર્જન પ્રક્રિયાના નિવેદનો સમાવતું આ પુસ્તક વાર્તાને જાણવા, સમજવા અને પામવા ઈચ્છતા દરેક માટે ઉપકારક થશે.

ISBN : 978-81-972554-6-5

BOOK SIZE : 7.25 X 9.50

LANGUAGE: GUJARATI

EDITION: FIRST-2022

PAGE : 304

BINDING : PAPERBACK

44 in stock

Array

Reviews

  1. Sarojben Teivedi

    આ પુસ્તકની પ્રથમ નકલ મેં નોંધાવેલી. અને પ્રથમ નકલ પણ મને મળી છે. આ પુસ્તકની ગુણવત્તા ખરેખર સુંદર છે. છેલ્લા ઘણા વર્ષોમાં મેં જોયેલા પ્રકાશનોમાં આ પુસ્તક કથા અને કથન અદ્દભુત છે.

    મને ખાતરી છે કે આ પુસ્તક વાર્તાને સમજવા મથતા તમામ સાહિત્યપ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી નીવડશે.

  2. Rucha patel

    I have just got this book n read randomly some of the pages. And i can say this is something to b valued, to b procured lifetime. Short stories and their roots seems strong in this book… The compiler and editor have worked hrd for this creation.

    • admin

      આભાર.

  3. Bipin Patel

    “કથા અને કથન ( વાર્તાની વારતા ) ” પુસ્તકની બે નકલો મળી. ત્રણેય સંપાદક મિત્રો અને પ્રકાશક મિત્રનો ખૂબ આભાર. આખું પુસ્તક આકર્ષક થયું છે, સવિશેષ ઉપરનું પૂંઠું. પ્રદર્શનમાં મૂક્યું હોય તો, સહુમાં અલગ તરી આવે એવું છે. મને ગમ્યું. મોટાભાગની વાર્તાઓની પસંદગી સારી છે. હવે ફરી વાંચીશ. ત્રણેય મિત્રોનાં આરંભના લખાણો છાપ છોડી જાય છે. પુનઃ સહુનો આભાર.

    – બિપિન પટેલ

  4. Paresh Mehta

    કુરિયર..પોસ્ટ નવા વર્ષમાં શરુ થતાં જ આપણા અંગત પુસ્તક કલેકશનમાં વર્તમાન ગુજરાતી વાર્તા વિશ્વમાંથી સંપાદિત અને જેને આપણે વાર્તા વિશ્વનો રમણીય પડાવ કહી શકીએ ..ભાવજગત સમૃદ્ધ થાય તેવું પુસ્તક નવા વર્ષની શરૂઆતમાં જ મળે એનાથી રૂડો રાજીપો…મનની બોણી બીજી શું હોય …
    પ્રથમદર્શી પ્રતિભાવ કહું તો દરેક સાહિત્ય રસિકે આ પુસ્તક વસાવવા જેવું છે જ…
    આભાર મનીષભાઈ પટેલ …ZCAD પબ્લિકેશન
    પુસ્તકમાંથી પસાર થયા પછીની ભાવયાત્રા જરૂર શેર કરીશું…

  5. VIPUL VYAS

    પોતાની વાર્તા (કે કવિતા કે કોઈપણ કૃતિ) વિશે વાર્તાકાર (કે સર્જક) પોતે જ વાત કરે એ એક રીતે જોતાં યોગ્ય નથી.પણ બીજી રીતે જોતાં રોચક તો છે.
    કૃતિની સર્જનપ્રક્રિયાની આસપાસની વાતો એટલે ‘બિહાઈન્ડ ધ સીન’ જેવી વાતો.
    વર્ષો પહેલાંની જેકી ચાનનાં એક્શનપેક્ડ મૂવીઝ જોવાની મઝા અહીં યાદ આવે છે.એ મૂવીઝ પુરાં થાય એટલે ‘એન્ડ ટાઈટલ્સ’ની સાથે એ મૂવીના નિર્માણ વખતે બનેલી ચટપટી બાબતો,ઘટનાઓ,એક્શન સીન્સ ફિલ્માવતી વખતે થયેલાં હાડકાંતોડ અકસ્માતો કે જે મૂવીમાં જોવા નથી મળ્યાં તેની પણ એક પેરેલલ રીલ ચાલે.આ રીલ જોવાની પણ બહુ મઝા પડે.તીખી તમતમતી પાણીપૂરી ખાધા પછી પેલો ચૂરો કે ભૂકો ફાકોડા મારીને ખાતાં પડે એવી જ.
    વાર્તાકાર મિત્ર ધર્મેન્દ્ર ત્રિવેદી,પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ અને ધ્રુવ પ્રજાપતિની સંપાદક ટીમે અહીં તેત્રીસ જેટલી વાર્તાઓને એ વાર્તાઓના ‘બિહાઈન્ડ ધ સીન’ની સાથે એક સાથે મૂકી આપવાનો પ્રયાસ કર્યો છે.જે મારી દ્રષ્ટિએ આગળ કહ્યું એમ રોચક અને ચટપટો તો છે પણ સાથેસાથે સર્જકનાં મનમાં કે સર્જનની ક્ષણમાં ડોકિયું કરાવતી બારી પણ છે.હવે એક વાચક/ભાવકને એ કૃતિ કરતા વધારે શું સંપડાવી આપે છે એ જોવાનું રહે.પણ ‘બિહાઈન્ડ ધ સીન’ અને પાણીપૂરી વાળાનો પેલો ‘ચૂરો’ તો બધાને કાયમ પસંદ પડ્યો છે એવુંય જોયું છે.
    ગુજરાતી ટૂંકીવાર્તાઓનું આ સંપાદન હટ કે તો લાગે જ છે.પુસ્તક તરીકે ખાસું રૂપાળુંય દીસે છે.
    હું એટલું તો કહી જ શકું કે વાર્તાના પ્રેમમાં પડેલ કોઈને પણ આ પુસ્તક ગમી જવાનું છે.
    આ સંપાદન ‘કથા અને કથન’
    (વાર્તાની વારતા)માં મારી પણ એક વાર્તા એના ‘બિહાઈન્ડ ધ સીન’ સાથે છે એનો આનંદ વ્યક્ત કરી આ પુસ્તકનું સ્વાગત કરું છું.

  6. ધ્રુવ પ્રજાપતિ

    આ પુસ્તક વિશે એટલું જ કહેવાય કે નવા વાંચતા અને લખતા થનાર દરેક વાચક માટે એક કાર્યશાળા સાબિત થશે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાની ત્રણ નહીં ‘નવ’ પેઢી સામેલ છે. કારણ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય વાર્તાકારોથી લઈને આજના વર્તમાન વાર્તાકાર વિષ્ણુ ભાલીયા સુધીના વાર્તાકારોનો સમાવેશ થયો છે. એટલે વાર્તા લખવી એ બીજા નંબરની વાત છે પણ આ પુસ્તકથી વાર્તા વાચતા પણ થવાય છે. અને અહીં મુકાયેલી વાર્તાઓ કેવી રીતે લખાઈ છે એની પ્રકિયા જાણવાની પણ મજા પડે છે.

  7. Niddhi Mrugeshar

    દરેક સાહિત્યપ્રેમીઓએ વસાવવા જેવું પુસ્તક. ❤️
    મારા જેવા વાચકને પ્રશ્ન થાય કે, સારી વાર્તાઓ વાંચવી તો છે પણ ક્યું પુસ્તક ખરીદું? ત્યારે આ પુસ્તક તેનો જવાબ છે. અમુક અપવાદોને બાદ કરતાં એક જ પુસ્તકમાં બધી જ વાર્તા શ્રેષ્ઠ હોય એવું પુસ્તક મળવું અશક્ય છે. એ કેટલાક અપવાદો માનું એક પુસ્તક એટલે આ “કથા અને કથન (વાર્તાની વારતા)”
    એનું કારણ છે, અહીં ત્રણ પેઢીના સિદ્ધહસ્ત વાર્તાકાર છે અને તેમના સમગ્ર સર્જનમાંથી તેમને પોતાને સૌથી પ્રિય હોય એવી કોઈ એક વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
    અને આ આટલેથી જ અટકતું નથી… વાર્તા રસિકો માટે તો આ પુસ્તક રસપ્રદ બની જ રહેશે પરંતુ એથી વિશેષ સંપાદકોનો એક શુભ વિચાર… ઉગતા લેખકો, નવોદિતોને વાર્તા સર્જનને લગતા ઘણા બધા પ્રશ્નો હોય, કેટલું બધું સમજવું હોય, શીખવાની જિજ્ઞાસા હોય ત્યારે બહાર આ પ્રશ્નના જવાબ મળે ન મળે, અહીં ૩૩ અલગ અલગ સર્જકોની પ્રિય કૃતિ અને તે અંગેની તેમની કેફિયત છે જેનાથી નવોદિતોને પ્રશ્નોના ઉત્તર, ખરી સમજણ અને તેમની ભૂખ-તરસને સંતોષ મળશે. તો જેને લખવું છે, કઈક સારું સર્જન કરવું છે, સર્જન પ્રકિયા જાણી તેમાંથી પસાર થવું છે તેના માટે આ પુસ્તક માર્ગદર્શક બની રહેશે તથા જેને સારી વાર્તાઓ વાંચવી છે, વાર્તા પાછળની વારતા જાણવી છે અને તેને માણવી છે તેઓએ પણ આ પુસ્તક અવશ્ય ખરીદવું જોઈએ. અંતમાં શરૂઆતમાં કહ્યું હતું એમ જ દરેક સાહિત્યપ્રેમીઓએ વસાવવા જેવું પુસ્તક. ❤️

  8. ગર્જના

    નવા વર્ષની આનાથી સુંદર શરૂઆત બીજી કોઈ હોઈ જ ન શકે. આકર્ષક મુખપૃષ્ઠ ધરાવતા પુસ્તકમાં કુલ 33 વાર્તાઓ સમાવિષ્ટ છે…. એક એક વાર્તા વીણેલાં મોતી જેવી!! કથાને અંતે આપેલી કેફિયત એટલે વાર્તાની વારતા!! દરેક વાચકે કલેક્શનમાં સમાવવા જેવું પુસ્તક.

Add a review

Your email address will not be published. Required fields are marked *

No more offers for this product!

Select your currency
INR Indian rupee
Have no product in the cart!
0